નવી દિલ્હીઃ ખોટમાં ચાલી રહેલી સરકારની માલિકીવાળી એર ઈન્ડિયા હવે અન્ય એરલાઈન્સને ટક્કર આપવાના મૂડમાં છે. એર ઈન્ડિયાએ મોટી છૂટની જાહેરાત કરી છે. એરલાઈને સસ્તી ટિકીટોની જાણકારી બીટ પીક હોવર રશની ટેગ લાઈન સાથે પોતાની વેબસાઈટ પણ મૂક્યું છે. એર ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી-કોઈમ્બતૂર, બેંગ્લોર-અમદાવાદ, અને દિલ્હી ગોવા રુટ પર ઓપરેટ થશે. આનું ભાડુ 1,000 રુપિયાથી 3,000 રુપિયા સુધી હશે. આ સાથે જ કંપનીએ રાત્રીના સમયે ડિપાર્ચરની સુવિધા પણ આપી છે. જે 30 નવેમ્બરથી શરુ થશે.
આ પહેલા પણ એશિયા ઈન્ડિયા પણ ટીકિટો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર લાવી હતી. કંપનીની આ ઓફર 18 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન બુક કરવામાં આવેલી ટિકીટો પર 6 મે 2019થી લઈને 4 ફેબ્રુઆરી 2020 સુધી યાત્રા કરવામાં આવી શકે છે. પેસેન્જર્સ બિગ મેમ્બર ડિસ્કાઉન્ટનો ફાયદો પણ ઉઠાવી શકે છે. આના માટે કંપનીની વેબસાઈટ પર લોગ ઈન કરવાનું રહેશે. આ ઓફર અંતર્ગત યાત્રી ડોમેસ્ટિક રુટ માટે 399 રુપિયા અને ઈન્ટરનેશનલ રુટ માટે 1999 રુપિયામાં ટિકીટ બુક કરાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે ખોટમાં ચાલી રહેલી સરકારી વિમાની કંપની એર ઈન્ડિયાની યોજના આખા દેશમાં 70 થી વધારે આવાસીય અને વ્યાવસાયિક સંપત્તિનું વેચાણ કરીને 700 થી 800 કરોડ રુપિયા એકત્ર કરવાની છે. કંપનીએ જણાવ્યું કે 16 શહેરોમાં સ્થિત આ સંપત્તિઓની એમએસટીસી દ્વારા ઈ નીલામી કરવામાં આવશે.