અગ્નિપથ યોજના તો યુવાઓ માટે અનેક તકો સર્જશેઃ કંપની જગત

નવી દિલ્હીઃ સેનામાં ભરતી માટે નવી અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ યોજનાનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે ચાર વર્ષ પછી યુવાનો જશે ક્યાં?  ત્યારે કોર્પોરેટ જગતના નેતાઓ આ યોજનાને ટેકો આપવા આગળ આવી રહ્યા છે, જેમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, RPG એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કાઆ યોજનાને ટેકો આપતાં કહે છે કે આ યોજના તો યુવાનો માટે મોટી તક છે.

આનંદ મહિન્દ્રાએ તો સોશિયલ મિડિયામાં ટ્વીટ કરતાં કહ્યું હતું કે અગ્નિપથ કાર્યક્રમને લઈને થયેલી હિંસાથી દુખી છું. હું ફરી એક વાર કહું છું કે અગ્નિવીરોને શિસ્ત અને કૌશલ તેમને રોજગાર યોગ્ય બનાવી દેશે. તેમણે આ યોજના વિશે કોમેન્ટ કરતાં મહિન્દ્રા ગ્રુપ આવા તાલીમાર્થી, સક્ષમ યુવાનોની ભરતીની તકનું સ્વાગત કરે છે.

તેમણે કહ્યું હતું કે અગ્નિવીરો માટે કોર્પોરેટ સેક્ટરમાં રોજગાર માટે અનેક તકો છે. નેતાગીરી, ટીમવર્ક અને ફિઝિકલ ટ્રેનિંગથી અગ્નિવીરોને ઉદ્યોગ માટે પ્રોફેશનલ બનાવી દેશે. તેમણે આવા તાલીમ પામેલા  અને સક્ષમ યુવા લોકોની ભરતી કરવા માટે ઉત્સુક છે.

મહિન્દ્રા જેવી પ્રતિક્રિયા ગોએન્કાએ કહ્યું હતું કે અગ્નિવીરોની ભરતીની તક આપવા માટે તૈયાર છે. મને આશા છે કે કંપની જગત પણ આપણા યુવાનોના ભવિષ્ય માટે આગળ આવે.

JSW જિંદાલના સજ્જન જિંદાલે પણ કહ્યું હતું કે મિલિટરીમાં વર્ષોની તાલીમ પછી બજારમાં શ્રેષ્ઠ નોકરીઓ તેમની રાહ જોઈ રહી છે.