મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર તાજેતરમાં 326મી કંપની અદ્વૈત ઈન્ફ્રાટેક લિ. લિસ્ટ થઈ હતી. અદ્વૈત ઈન્ફ્રાટેક લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 1,350,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.6.89 કરોડનો પબ્લિક ઈશ્યુ 18 સપ્ટેમ્બર, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.51ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા. અદ્વૈત ઈન્ફ્રાટેક લિ.ની રજિસ્ટર્ડ ઓફિસ ગુજરાતમાં છે. કંપની પાવર ટ્રાન્સમિશન, પાવર સબસ્ટેશન અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડ્સ માટે પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 325 કંપનીઓએ 9 ઓક્ટોબર, 2020 સુધીમાં રૂ.3,340.36 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.20,350.31 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.