મુંબઈ – ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, જુલિયસ બેર કેપિટલ (ઈન્ડિયા), ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી સિક્યુરિટીઝ, શ્રીરામ સિટી યુનિયન ફાઈનાન્સ અને કેઈસી ઈન્ટરનેશનલે તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.4,000 કરોડ, રૂ.1,750 કરોડ, રૂ.1,075 કરોડ, રૂ.1,000 કરોડ, રૂ.490 કરોડ, રૂ.477 કરોડ અને રૂ.20 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 16 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 84 ઈશ્યુઅરોના રૂ.1,97,882 કરોડના કમર્શિયલ પેપર્સના 677 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 148 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.06 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (15 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,41,269 કરોડ (76.52 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,36,894 કરોડનું ભંડોળ (33.42 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (15 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,43,376 કરોડ (133.09 અબજ ડોલર) એકત્ર કર્યા છે.