આઇસી15 ઇન્ડેક્સમાં 565 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ રોકાણકારો ફેડરલ રિઝર્વની વ્યાજદર સંબંધિત નીતિ બાબતે હજી સાશંક હોવાને લીધે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડો નોંધાયો હતો. તેની અસર તળે બિટકોઇન ફરી 20,000 ડોલરની નીચે ઉતરી ગયો હતો.

(તસવીર સૌજન્યઃ QuoteInspector.com)

સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસે અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સ પણ ઘટ્યા હતા. ગયા મહિને ડાઉ જોન્સ, એસએન્ડપી 500 અને નાસ્દાક એ મુખ્ય ઇન્ડેક્સ આશરે 4 ટકા ઘટી ગયા હતા. હવે રોકાણકારોની ધારણા છે કે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ સતત ત્રીજી વાર વ્યાજદરમાં વધારો કરશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.89 ટકા (565 પોઇન્ટ)ના ઘટાડા સાથે 29,328 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,894 ખૂલીને 30,187ની ઉપલી અને 29,064 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
29,894 પોઇન્ટ 30,187 પોઇન્ટ 29,064 પોઇન્ટ 29,328 પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)