આઇસી15 ઇન્ડેક્સમાં 520 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સવારના ભાગમાં મોટો ઘટાડો નોંધાયા બાદ તેમાં પછીથી સુધારો થયો હતો. બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 22,771 ડોલર સુધી ઘટ્યા બાદ સુધરીને ફરીથી 23,000 ડોલરની ઉપર પહોંચી ગયો હતો.

પાછલા અમુક દિવસોમાં અમેરિકાના શેરબજારની રૂખથી વિરુદ્ધ જનાર ક્રીપ્ટો માર્કેટ હવે ફરીથી એ બજારની સાથે તાલ મિલાવતી જોવા મળી રહી છે.

અર્થશાસ્ત્રીઓએ કરેલી આગાહીને અનુલક્ષીને ક્રીપ્ટોકરન્સીના મોટાભાગના રોકાણકારોએ શોર્ટ ઓળિયાં સુલટાવી દીધાં છે. તેને લીધે બિટકોઇનનો ઘટાડો સીમિત રહ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.53 ટકા (520 પોઇન્ટ) ઘટીને 33,433 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,953 ખૂલીને 33,968 સુધીની ઉપલી અને 32,865 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,953 પોઇન્ટ 33,968 પોઇન્ટ 32,865 પોઇન્ટ 33,433 પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)