આઇસી15 ઇન્ડેક્સમાં 449 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠકની વિગતો જાહેર થવા પહેલાંના સ્ટોક માર્કેટના સાવચેતીભર્યા વલણની અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પણ થઈ હતી. ગયા મહિનાની 26મી અને 27મી તારીખે થયેલી બેઠકની મિનટ્સ બુધવારે જાહેર થવાની હતી. તેના પરથી દેશમાં વ્યાજદર સંબંધે અપનાવવામાં આવનારા વલણની માહિતી મળશે.

ડોલર અન્ય મુખ્ય કરન્સીની સામે સ્થિર રહ્યો હતો તથા સોનામાં ઘટાડો થયો હતો. ક્રીપ્ટો ક્ષેત્રનો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ 41 પોઇન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તટસ્થતા દર્શાવે છે. ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોમાં પાછલા અમુક કલાકોમાં 45 અબજ ડોલર મૂલ્યનાં ફ્યુચર્સનાં ઓળિયાંનું લિક્વિડેશન થયું હતું.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.26 ટકા (449 પોઇન્ટ) ઘટીને 35,168 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,619 ખૂલીને 36,358 સુધીની ઉપલી અને 34,990 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
35,619 પોઇન્ટ 36,358 પોઇન્ટ 34,990 પોઇન્ટ 35,168 પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)