મુંબઈઃ સમગ્ર વિશ્વમાં ફુગાવાની અસર દેખાઈ રહી છે તેથી રોકાણકારો સાવચેતીપૂર્વક રોકાણ કરી રહ્યા છે. તેને લીધે સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરની બાબતે કેવું વલણ અપનાવે છે એના પર સૌની નજર છે. બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 21,000 ડોલરની નીચે પહોંચી ગયો હતો.
અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સ ઘટી ગયા હતા. દસ વર્ષની સરકારી સિક્યોરિટીઝની ઊપજમાં થોડો ઘટાડો થતાં દર 2.98 ટકાથી ઘટીને 2.94 ટકા થઈ ગયો છે. ડોલર અન્ય કરન્સીઓની તુલનાએ મજબૂત બન્યો છે. જોકે, સોનાના ફ્યુચર્સના ભાવ ઘટી ગયા હતા. ક્રીપ્ટોકરન્સીનો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ રોકાણકારોમાં ડરનો માહોલ દર્શાવે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.30 ટકા (408 પોઇન્ટ) ઘટીને 30,850 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,258 ખૂલીને 31,744ની ઉપલી અને 30,145 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,258 પોઇન્ટ | 31,744 પોઇન્ટ | 30,145 પોઇન્ટ | 30,850 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 22-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |