મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નફો અંકે કરાવાને લીધે બુધવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.65 ટકા (265 પોઇન્ટ) ઘટીને 40,486 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,751 ખૂલીને 40,883ની ઉપલી અને 40,416 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મુખ્ય ઘટેલા કોઇનમાં પોલકાડોટ, અવાલાંશ, ઈથેરિયમ અને બીએનબી સામેલ હતા.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમ ક્રીપ્ટોકરન્સી ક્ષેત્ર માટે વ્યાપક કાયદો ઘડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દેશની ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીએ કહ્યું છે કે તમામ ક્રીપ્ટો એસેટ કંપનીઓએ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી વખતે સરકારે ઘડેલા નિયમોનું ઓક્ટોબર સુધીમાં પાલન કરવું આવશ્યક છે. બીજી બાજુ, દક્ષિણ આફ્રિકા પણ ક્રીપ્ટોકરન્સી સંબંધિત કાયદો ઘડવા માટે પ્રયત્નશીલ છે. ક્રીપ્ટો એક્સચેન્જોએ ફરજિયાતપણે લાઇસન્સ લેવું પડે એવો કાયદો ઘડવાનો પ્રસ્તાવ છે.
