આઇસી15 ઇન્ડેક્સમાં 124 પોઇન્ટનો વધારો

મુંબઈઃ ઈક્વિટી અને કોમોડિટીઝ માર્કેટની રાહે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. બિટકોઇનમાં સાંકડી વધઘટ વચ્ચે કન્સોલિડેશન થઈ રહ્યું છે. માર્કેટ કેપ 965 અબજ ડોલર ચાલી રહ્યું છે અને બિટકોઇન 20,000 ડોલરની મહત્ત્વપૂર્ણ સપાટી વટાવી ગયો છે.

જાપાનના વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યા મુજબ દેશમાં ડિજિટલ પરિવર્તન માટેનું રોકાણ વધારવામાં આવશે. બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય પેમેન્ટ માટેની વ્યવસ્થા – સ્વિફ્ટે દાવો કર્યો છે કે ડિજિટલ કરન્સી માટે અલગ અલગ નેટવર્ક વચ્ચે સમન્વય સાધવાના મોટા પડકારનો હલ કાઢવામાં આવ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.42 ટકા (124 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 29,098 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,977 ખૂલીને 29,544ની ઉપલી અને 28,443 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
28,977 પોઇન્ટ 29,544 પોઇન્ટ 28,443 પોઇન્ટ 29,098 પોઇન્ટ

ડેટાનો સમયઃ 6-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)