ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યાઃ કોરિયાનો રૂમમેટ શંકાના ઘેરામાં

ઇન્ડિયા પોલીસઃ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભારતીય મૂળના 20 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરવા બદલ પોલીસે કોરિયાના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઇન્ડિયાના પોલીસના નિવાસી વરુણ મનીષ છેડા પરડ્યુ યુનિવર્સિટીના કેમ્પસમાં મેક્ચિયોન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે યુનિવર્સિટીનાં પ્રમુખ લેસ્લે વીટેના હવાલેથી કહ્યું હતું કે યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની હત્યાને મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યામાં તે યુવકના –રૂમમેટની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

22 વર્ષીય વરુણ મનીષ છેડાની હત્યા તેના રૂમ પાર્ટનર દ્વારા કરવામાં આવી છે, જે હાલ પોલીસ તપાસ માટે કસ્ટડીમાં છે. વરુણના મિત્ર અરુનાભ સિંહાએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે વરુણ ઓનલાઇન મિત્રો સાથે ચેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે ગેમિંગમાં વ્યસ્ત હતો, ત્યારે વરુણની ચીસો પાડવાનો અવાજ આવ્યો હતો. તેના મિત્રોએ જણાવ્યું હતું કે તે તેના મિત્રો સાથે નહોતો રમતો. મિત્રોએ જણાવ્યું હતું કે તેના પરના હુમલાના સ્પષ્ટ અવાડ સંભળાતા હતા, પણ તેમને નથી માલૂમ કે તેની સાથે શું થયું છે?  સવારે તેમને વરુણની હત્યાવાળી વાત માલૂમ પડી. એ પહેલાં આઠ વર્ષ પહેલાં આ કેમ્પસમાં આ પ્રકારની ઘટના બની હતી.

પોલીસ વડા વીટેએ કહ્યું હતું કે આ હુમલો અકારણ કરવામાં આવ્યો હતો.તેના મિત્રે જણાવ્યું હતું કે તેણે હુમલાનો અવાજ સાંભળ્યો હતો કે પણ તે સમજી નહોતો કે ત્યાં શું થયું છે અને સવારે જ્યારે હું જાગ્યો ત્યારે વરુણના મોતના સમાચાર મળ્યા હતા.