મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીનું અંધાધૂંધ ફાયરિંગઃ 18નાં મોત

મેક્સિકોઃ અમેરિકાના પડોશી દેશ મેક્સિકો ગોળીબારમાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટના બની છે. બંદૂકધારીએ મેક્સિકોના સિટી હોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સાત પોલીસવાળા અને મેયર તેમ જ તેમના પિતા સહિત આઠ લોકોનાં મોત થયાં છે. આ બંદૂકધારીએ આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ ઝુંબેશ કરી કરી છે, પણ અત્યાર સુધી આરોપીઓ હાથ નથી લાગ્યા.

મેક્સિકન સિટી હોલમાં એક કાર્યક્રમ દરમ્યાન હોલમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારની ઘટનાને કારણે સિટી હોલ અને એની આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. મેંડોઝાના પિતા અને ભૂતપૂર્વ મેયર જોન એકોસ્ટાને પણ સિટી હોલમાં જઈને મારવામાં આવ્યા હતા. આ હુમલાની આશંકા લોસ ટેક્યોલોરસ ગેન્ગ પર ગઈ હતી. આ ગેન્ગે હુમલા કેટલાક દિવસો પહેલાં ટેટેલોપનમાં પરત વાપસીની ઘોષણા કરી હતી.

મેક્સિકો સિટીમાં 15 દિવસની અંદર ગોળીબારની આ ત્રીજી ઘટના છે. 21 સપ્ટેમ્બરે ગુવાનજાટોમાં એક હુમલામાં 10 લોકોનાં મોત થયાં હતા. બીજી ઓક્ટોબરે જેપોપેનમાં થયેલા ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત અને છ લોકો ઘાયલ થયા હતા.