મુંબઈઃ ચીનમાં અર્થતંત્ર નબળું પડ્યું હોવાનું દર્શાવતો આંકડો બહાર આવ્યો છે. ચીનનો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 5.4 ટકા ઘટી ગયો એ ઘટનાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થોડો ઘટાડો થયો છે. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના બીએનબી અને એક્સઆરપી સિવાયના તમામ કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા અવાલાંશ, સોલાના, ટ્રોન અને લાઇટકોઇનમાં બેથી છ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં લગભગ 15 રિટેલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) અસ્તિત્વમાં આવી હશે. એ ઉપરાંત નવ હોલસેલ સીબીડીસી બજારમાં હશે.
બીજી બાજુ, રિપલ લેબ્સ રિયલ એસ્ટેટ એસેટ્સનું ટોકનાઇઝેશન કરીને એનો ઉપયોગ લોન માટે જમાનત તરીકે કરવા મળે એવી સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે.
૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.27 ટકા (109 પોઇન્ટ) ઘટીને 40,089 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,198 ખૂલીને 40,334ની ઉપલી અને 39,895 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.