ગુજરાત સહિત છ ટેલીકોમ સર્કલમાં સેવા બંધ કરશે એરસેલ

મુંબઇ- જાણીતી ટેલીકોમ કંપની એરસેલ ગુજરાત સહિત છ ક્ષેત્રમાં પોતાની સેવા બંધ કરવા જઇ રહી છે. આ સર્કલમાં નફો ઘટતાં આ નિર્ણય લેવાયો છે. આ છ ક્ષેત્રમાં મળેલો ટુજી સ્પેકટ્રમ સરકારને પાછું સોંપી દેવાશે.

જાણવા મળ્યાં મુજબ દેવામાં લદાયેલી કંપની વેચાણ માટે સંભવિત ખરીદકર્તાઓ સાથે વાતચીત કરી રહી છે. હાલમાં ઉત્તરપ્રદેશ-વેસ્ટ, હરિયાણા, ગુજાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલપ્રદેશમાં પોતાનું કામકાજ સમેટી લેશે. આ વિસ્તારોમાં એરસેલ ટાટા ટેલી અને રીલાયન્સ કોમ્યુનિકેશન સાથે નેટવર્ક શેરિંગ સમજૂતી હેઠળ ટુજી સર્વિસ આપી રહી છે.

આ સેવાઓ બંધ થતાં એરસેલનો વાર્ષિક નફો વધીને 1200 કરોડ રુપિયા થશે. એરસેલમાં મલેશિયાની મેકસિસ કંપનીનો કંટ્રોલિંગ સ્ટેક છે. છ ક્ષેત્રમાં સેવા બંધ કરવાથી એસરેલને કન્સોલિડેશન નીપટાવવામાં પણ મદદ મળશે. એસેલના પાંચ હજાર કર્મચારી છે જોકે તેમાંથી છ સર્કલમાં તેમના કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે. તેમને બીજા સર્કલમાં ટ્રાન્સફ નહીં કરે તો બંધ થનારા સર્કલમાં પ્રભાવિત થનાર સાડા સાતસો-હજાર કર્મચારીઓ બેકાર થશે. એરસેલ છ સર્કલમાં સેવા બધ કરવાના પોતાના નિર્ણયને ટૂંકસમયમાં રેગ્યૂલેટર અને સબસક્રાઇબર્સને જાણ કરશે, એરસેલ હવે યુપી-ઇસ્ટ, તામિલનાડુ, કેરળ, રાજસ્થાન, નોર્છઇશ્ટ, જમ્નુકશ્મીર સર્કલમાં પોતાની સેવા જારી રાખશે.