બ્રહ્માકુમારી મહાદેવનગર સેવાકેન્દ્ર દ્વારા મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં આશરે સવા સો બોટલ લોહીનું દાન આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે આંતરરાષ્ટ્રીય ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર હર્ષદભાઈ પટેલ, જુનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ તથા રેડ ક્રોસના ડૉ. વિશાલભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મહેમાનોએ રક્તદાનને મહાદાન ગણાવ્યું અને બ્રહ્માકુમારીઓની સેવાઓની પ્રશંસા કરી હતી. બ્રહ્માકુમારી ચંદ્રિકાબેને જણાવ્યું કે સમગ્ર દેશમાં એક લાખ બોટલ લોહી એકત્રિત કરવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં 24 સેવાકેન્દ્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

તેમજ વિશેષમાં બ્રહ્માકુમારી બહેનોએ પણ રક્તદાન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સેવા કેન્દ્રના બહેનો-ભાઈઓએ સેવા ભાવથી સેવાઓ આપી હતી.





