રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષાનું તા.23/04/2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જે પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું આયોજન તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ કરવામાં આવેલ હતુ. સદરહું પરીક્ષા ૨૩૭૭૦૦ ઉમેદવારોએ આપેલ હતી.(1/2)
— Dr. Kuber Dindor (@kuberdindor) June 15, 2023
sebexam.org પર પરિણામ જોઈ શકાશે
શિક્ષક અભિરૂચિ કસોટી-2 (ટેટ-2) પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી 15.76% એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે.