સો વર્ષ પછી ડાકોર રણછોડરાયજીના સાનિધ્યમાં રાસોત્સવ

ડાકોર: રણછોડરાયજી બિરાજમાન છે એ ડાકોર યાત્રાધામમાં ભવ્ય રીતે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ શરદોત્સવમાં ભગવાનને મુગટ આભૂષણો સાથે રાસબિહારીનું રૂપ ધારણ કરાવવામાં આવ્યું હતું. ડાકોરના મંદિર પરિસરમાં વર્ષો પછી ચંદ્રના અજવાળામાં શરદ પૂનમની ઉજવણી રાસોત્સવ સાથે કરવામાં આવી હતી. રાજાધિરાજ રણછોડરાયજીને શ્વેત વસ્ત્રો, આભૂષણોથી શણગારી દાંડિયા-રાસ રમતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શરદ પૂનમની વાનગી દૂધ પૌંઆ પ્રભુને અર્પણ કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત મંદિર પરિસરમાં સો વર્ષ બાદ ઠાકોરજીના સાનિધ્યમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પૂનમ નિમિત્તે ડાકોર યાત્રાધામમાં હજારો લોકો વિશિષ્ટ મુગટ સાથે બિરાજમાન ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટી પડે છે. સમગ્ર ડાકોર યાત્રાધામમાં મેળા જેવો માહોલ હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)