જમ્મુ કાશ્મીર : પ્રથમ તબક્કામાં કુલ 58.54 ટકા મતદાન થયું

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર કુલ 58.54 ટકા મતદાન થયું હતું. મતદાન માટે સવારથી જ મતદાન મથક પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. 24 બેઠકો પર ચૂંટણી લડતા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. રાજકીય પક્ષો તેમજ મતદારોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે યોજાશે. ત્રીજા તબક્કાની ચૂંટણી 1 ઓક્ટોબરે છે.

જમ્મુ-કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 58.19 ટકા મતદાન

  • અનંતનાગ: 54.17%
  • ડોડા: 69.33%
  • કિશ્તવાડ: 77.23%
  • કુલગામ: 59.62%
  • પુલવામા: 43.87%
  • રામબનઃ 67.71%
  • શોપિયન: 53.64%