પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલા એશિયા કપમાં આજે ભારત પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઈશાન કિશને 82 અને હાર્દિક પંડ્યાએ 87 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અંતમાં જસપ્રીત બુમરાહે પણ 16 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનના તમામ ફાસ્ટ બોલરોએ 10 વિકેટ ઝડપી હતી. શાહીન આફ્રિદીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે નસીમ શાહ અને હરિસ રઉફને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
Innings Break!
A solid show with the bat from #TeamIndia! 👌 👌
8⃣7⃣ for vice-captain @hardikpandya7
8⃣2⃣ for @ishankishan51Over to our bowlers now 👍 👍
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/15SNzWM0k1
— BCCI (@BCCI) September 2, 2023
પહેલી જ મેચમાં ભારતનો સામનો તેના સૌથી મોટા હરીફ પાકિસ્તાન સામે છે. આ હાઈ વોલ્ટેજ મેચને માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓ જોઈ રહ્યા છે.
ASIA CUP 2023. WICKET! 48.5: Jasprit Bumrah 16(14) ct Agha Salman b Naseem Shah, India 266 all out https://t.co/B4XZw382cM #INDvPAK
— BCCI (@BCCI) September 2, 2023