એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને નેપાળની ટીમો આમને-સામને થશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. જ્યારે એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે યોજાવાની છે. એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ માટેની ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ હશે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ વાપસી કરશે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ હોઈ શકે છે. આ ટીમના મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ હશે.
એશિયા કપ માટેની ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ હશે. ભારતીય ટીમમાં કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ સ્પિનર્સ તરીકે હશે. એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે મેચોની સીરીઝ રમશે. ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી પછી વર્લ્ડ કપ રમાવાનો છે. વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.
એશિયા કપ માટે સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ. , મુકેશ કુમાર અને યુઝવેન્દ્ર ચહલ