અમેરિકા: ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જોકે, આખરી સીટી વાગતાં જ સ્પેનના ખેલાડીઓ જ્યારે ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મેદાન પર ભારે હંગામો જોવા મળ્યો હતો. આર્જેન્ટિનાના ખેલાડી પરેડેસે સીધા સ્પેનના ડિફેન્ડર એરિક ગાર્સિયા પાસે જઈને વિવાદ શરૂ કરી દીધો હતો. જોતજોતામાં મામલો એટલો વણસી ગયો કે પરેડેસે ગાર્સિયાને બે વાર મુક્કા મારી દીધા હતા.
🚨⚽ Tensión tras la final del Mundial 2026
El silbatazo final entre España y Argentina estuvo marcado por un conato de bronca en el campo, luego de que Leandro Paredes se encarara con jugadores españoles.
El mediocampista argentino tomó del cuello a Eric García y después… pic.twitter.com/xd233A1bTw
— Periodico Quequi (@PeriodicoQuequi) July 19, 2026
જોકે તેમ છતાં પરેડેસનો હાથ ગાવીના ચહેરા પર વાગી ગયો. ત્યારબાદ બંને ટીમના અન્ય ખેલાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગમે તેમ કરીને મામલો શાંત પાડ્યો. આ દરમિયાન આર્જેન્ટિનાના ખેલાડી થિયાગો અલ્માડાએ હસ્તક્ષેપ કર્યો અને ગાવીને પાછળ ધકેલીને સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, જેથી પરેડેસનો હાથ તેમના સુધી ન પહોંચી શકે.
હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓ ગુસ્સે ભરાયા
ફાઈનલમાં સ્પેન સામે મળેલી હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓનો ગુસ્સો મેદાન પર ફાટી નીકળ્યો. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ટાઇટલ મેચ પૂરી થયાના તરત જ બાદ આર્જેન્ટિનાના મિડફિલ્ડર લિઆન્દ્રો પરેડેસ અને સ્પેનના ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ ગઈ. આનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
ગાવી વચ્ચે પડ્યો, અલમાડાએ પરિસ્થિતિ સંભાળી
સ્થિતિ થાળે પાડવા માટે સ્પેનના મિડફીલ્ડર ગાવીએ વચ્ચે આવીને બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરેડેસનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેણે ગાવી તરફ પણ હાથ ઉપાડ્યો હતો, જે તેના ચહેરા પર વાગ્યો હતો. ત્યારબાદ આર્જેન્ટિનાના ખેલાડી થિયાગો અલમાડા અને બંને ટીમોના અન્ય સભ્યો તથા અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અલમાડાએ ગાવીને પાછળ ધકેલીને મામલો વધુ બિચકતો અટકાવ્યો હતો.




