ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારો જાહેર થયાં છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.
ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી
ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकारલોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ pic.twitter.com/gHP4mlDYOn
— BJP Gujarat (@BJP4Gujarat) March 13, 2024
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकारલોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ#AbkiBaar400Paar#PhirEkBaarModiSarkar pic.twitter.com/srcXtBICe1
— BJP Gujarat (@BJP4Gujarat) March 13, 2024
अबकी बार 400 पार,
फिर एक बार मोदी सरकारલોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ#AbkiBaar400Paar#PhirEkBaarModiSarkar pic.twitter.com/ybzLdTsLyo
— BJP Gujarat (@BJP4Gujarat) March 13, 2024