ઓગસ્ટ મહિનામાં પણ મેઘરાજા બોલાવશે બઘડાટી, અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યમાં હાલ વરસાદનો માહોલ બરોબર જામ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ મેઘતાંડવ જોવા મળ્યું હતું. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વખતે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજથી 9મી ઓગષ્ટ સુધી ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30 કી.મી પ્રતિ કલાક કરતા વધુની ઝડપનો પવન ફુંકાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સોમાલિયા તરફથી આવતા પવન ભારે ભેજ લઇને આવશે એટલે વરસાદનું વાહન ભારે રહેશે. જેના કારણે આ મહિનમાં સાબરમતી અને નર્મદા નદીના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે સુરત અને નવસારી વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે.


ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી

આજથી ઓગસ્ટ મહિનાનો શરુ થઈ ગયો છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. આમ જોઈએ તો મોટેભાગે ઓગસ્ટ મહિનામાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેતો હોય છે.પરંતુ આ વર્ષે ભારે ભેજના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે અનુંમાન વ્યક્ત કર્યું છે.