જુલાઈમાં રેકોર્ડ GST કલેક્શન, 5મી વખત રૂ.1.60 લાખ કરોડથી વધુની વસૂલાત

GSTથી સરકારનું રેવન્યુ કલેક્શન સતત સારું થઈ રહ્યું છે. આ સળંગ પાંચમી વખત છે જ્યારે આ મહિને રેવન્યુ કલેક્શન 1.6 લાખ કરોડથી ઉપર ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે. નાણા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. પરોક્ષ કર પ્રણાલીની શરૂઆત બાદ પાંચમી વખત જીએસટી કલેક્શન રૂ. 1.6 લાખ કરોડને વટાવી ગયું છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે જુલાઈ 2023માં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 1,65,105 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,773 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 37,623 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 85,930 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 41,239 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. આ સિવાય, સેસ રૂ. 11,779 કરોડ હતો (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 840 કરોડ સહિત).

 

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ 2023માં રેવન્યુ કલેક્શન ગયા વર્ષના સમાન મહિના કરતાં 11 ટકા વધુ હતું. સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સ્થાનિક વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવકમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. જૂન મહિનામાં જીએસટીની આવક 1,61,497 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈમાં, સ્થાનિક વ્યવહારોમાંથી આવકમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે, જેમાં સેવાઓની આયાતનો સમાવેશ થાય છે.

જુલાઈ 2023 માં GST કલેક્શન થયું જ્યાં તે 1,65,105 કરોડ રૂપિયા રહ્યું જે જૂન 2023 કરતાં વધુ છે. જૂનમાં જીએસટી કલેક્શન રૂ. 1,61,497 કરોડ હતું. જ્યાં ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ મહિનામાં એપ્રિલ 2023માં GSTનું રેકોર્ડ કલેક્શન જોવા મળ્યું હતું, એપ્રિલ 2023માં GST કલેક્શન 1,87,035 કરોડ રૂપિયા હતું. GST કાઉન્સિલની બેઠક પણ ઓનલાઈન ગેમિંગ અંગેના કાયદા અંગે ચર્ચા કરવા માટે 2 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે.