સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં પણ ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં પાણી ભરાવાથી લઈને લોકોના તણાયાની વિવિધ સમાચારો સામે આવ્યા હતા. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (17 જૂન) ભાવનગર જિલ્લા માટે રેડ એલર્ટ છે અને હજુ બુધવારે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. જેને લઈને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે (18 જૂન) ભાવનગર જિલ્લાન તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
જિલ્લા કલેક્ટરે આપી માહિતી
ભાવનગર જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
હવામાન વિભાગની આગાહી
17 જૂનઃ
રેડ એલર્ટઃ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢ
યેલો એલર્ટઃ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ
ઓરેન્જ એલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
