અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના ઘણા ફોટા અને વીડિયો બહાર આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાનક હતો અને ટેકઓફ થયા પછી તરત જ વિમાન કેવી રીતે ક્રેશ થઈ ગયું. વિમાનમાં 242 લોકો સવાર હતા. આ ઉપરાંત વિમાનમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ હતા. આપણે જાણીએ કે આ ફ્લાઇટ કયા બે પાઇલટ ચલાવી રહ્યા હતા.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ 787-8 ડ્રીમલાઈનર, રજીસ્ટ્રેશન VT-ANB) 12 જૂન 2025 (ગુરુવાર) ના રોજ ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ. તેમાં 230 મુસાફરો સવાર હતા, જેમાંથી ફક્ત એક વ્યક્તિનો જ બચાવ થયો, બાકીના તમામ લોકો મોતને ભેટ્યા.
નોંધનીય છે કે ફ્લાઇટમાં બે પાઇલટ હતાં, કેપ્ટન સુમિત સભરવાલ અને ક્લાઇવ કુંદર. આ વિમાનનું નેતૃત્વ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કર્યું હતું.
કોણ છે કેપ્ટન સુમીત સભરવાલ?
કેપ્ટન સુમિત સભરવાલને 8200 કલાકનો અનુભવ છે. તેમના સહકર્મીઓનું માનવું છે કે સુમીત પાસે બહોળો અનુભવ હતો, જેને આંકી શકાય એમ નથી. તે ખુબ જ શાંત અને કામ પ્રત્યે પ્રતિબદ્ધ હતાં.
સુમીત સુભરવાલે એરપોર્ટ પરથી તેના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. તેણે પરિવારને કહ્યું હતું કે એકવાર તે લંડન ફ્લાઈટ લેન્ડ કરી લેશે પછી ફરી કૉલ કરશે. જે કૉલ હવે ક્યારેય તેના પરિવારને નહીં આવે. મુંબઈના પવઈના રહેવાસી સભરવાલે તેના પિતાને વચન આપ્યું હતું કે તે નોકરી છોડી દેશે અને પોતાનો સંપૂર્ણ સમય તેની સંભાળ રાખવામાં સમર્પિત કરશે.
કેપ્ટન સભરવાલ અપરિણીત હતા અને તેમના 90 વર્ષના પિતા સાથે રહેતા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, શિવસેનાના ધારાસભ્ય દિલીપ પાંડે, જેઓ સભરવાલના ઘરે શોક વ્યક્ત કરવા ગયા હતા, તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ કેપ્ટન સુમિતે તેમના પિતાને કહ્યું હતું કે તેઓ નોકરી છોડી દેશે અને તેમની સંભાળ રાખશે.
કેપ્ટન સુમિતના પડોશીઓએ જણાવ્યું હતું કે સભરવાલ પરિવારનો ઉડ્ડયન ઉદ્યોગ સાથે ગાઢ સંબંધ છે. કેપ્ટન સભરવાલના પિતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)માંથી નિવૃત્ત થયા છે. જ્યારે, તેમના બે ભત્રીજાઓ પણ પાઇલટ છે.
આ અકસ્માતમાં કેપ્ટન સુમિત સભરવાલની સાથે કો-પાયલટ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરનું પણ મૃત્યુ થયું હતું. ક્લાઇવ કુંદરને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. તેમની માતા એર ઇન્ડિયાની ભૂતપૂર્વ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા. અભિનેતા વિક્રાંત મેસીના પારિવારિક મિત્ર હતા ક્લાઈવ કુંદર. તેમણે આ સમગ્ર દુર્ઘટના અને ક્લાઈવ સુંદરના મૃત્યુ પર શૉક વ્યક્ત કર્યો હતો.
