અમદાવાદ: કાંકરિયા ઝૂમાં બાળકોને સવારે 9થી 12 સુધી ફ્રીમાં પ્રવેશ મળશે

કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે 2.5 કિલોમીટર છે. તથા કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે.

14 જાન્યુઆરીથી 3૦જાન્યુઆરી સુધી એનીમલ વેલફેર પખડવાડીયાની ઉજવણી

કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે. જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા ઝૂ ખાતે 14 જાન્યુઆરીથી 3૦જાન્યુઆરી સુધી એનીમલ વેલફેર પખડવાડીયાની ઉજવણી કરવામાં આવશે. આ સમય દરમ્યાન દર સોમવાર સિવાય બાર વર્ષ સુધીની વયના બાળકોને સવારે 9થી 12 સુધી ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. બાળકોને આ સમયે વન્યજીવો સંબંધી ઉપયોગી જાણકારી આપવામાં આવશે.

12 વર્ષ સુધીની વયના બાળકોને ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ

14 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીના સમયમાં 12 વર્ષ સુધીની વયના બાળકો તેમજ શૈક્ષણિક પ્રવાસમાં આવતા 12 વર્ષ સુધીની વયના બાળકોને ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઝૂમાં વન્ય પ્રાણી શિક્ષણના ભાગરુપે ટચ ટેબલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફ્રેન્ડસ ઓફ ઝૂની જાણકારી આપવામાં આવશે. કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]