કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે. જેમાં જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.રાજકોટની હોસ્પિટલમાં રાઘવજી પટેલને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાં બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તેમજ કૃષિમંત્રીની તબિયત હાલ સ્થિર છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. ગુજરાતના મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે.
રાજ્યનાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને મોડી રાત્રે માઈનોર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. હાલ તબિયત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે. મુખ્યમંત્રીએ ડોકટર સાથે વાતચીત કરી હતી. હાલ રાઘવજી પટેલને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જામનગરમાં પસાયા બેરાજા ગામમાં ગાંવ ચલે અભિયાનમાં ભાગ લેવા ગયા હતા.
જાણો બ્રેઈન સ્ટ્રોક વિશે
અચાનક સંવેદન શૂન્ય થઈ જવું. ફેસ, હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જવી. માંસપેશીઓમાં વિકૃતિ, કંઇપણ બોલવામાં કે સમજવામાં મુશ્કેલી થવી, એક કે બંને આંખમાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, સંતુલન ના કરી શકવું. અચાનક માથામાં અસહ્ય દુખાવો થવો, ફેસ ડ્રૂપિંગ એટલે કે ચહેરાનો એક ભાગ સુન્ન કે વાંકો થઈ જવો કે લટકી પડવો.