ગરમીમાં નહાવા મોકલતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાસામાં આવ્યો છે. નર્મદામાં 7 લોકોના તણાયાને હાલ 24 કલાક પણ પૂરા નથી થયા. ત્યારે ફરી એક ગોઝારી દુર્ઘટના મોરબીમાં સર્જાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે.
મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
માહિતી પ્રમાણે, નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.