મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તાજેતરમાં આદિત્ય બિરલા ગ્રુપની પ્રિમીયમ જ્વેલરી બ્રાન્ડ ‘ઈન્દ્રિયા’ લોન્ચ કરવામાં આવી હતી. મુંબઇમાં બોરીવલી (વેસ્ટ) માં આવેલા સોલિટેર બિઝનેસ સેન્ટર ખાતે શરૂ કરાયેલા શો રૂમના ઉદઘાટન પ્રસંગે ‘ઈન્દ્રિયા’ ના ડિરેક્ટર દિલીપ ગૌર સહિત અનેક જાણીતા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આદિત્ય બિરલા ગ્રુપ દ્વારા એમની નવી જ્વેલરી બ્રાન્ડ ‘ઈન્દ્રિયા’ ની જુલાઈમાં શરૂઆત કરવામાં આવી હતી. એ પછી અત્યાર સુધીમાં દેશભરમાં ‘ઈન્દ્રિયા’ ના આઠ સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં દિલ્હીમાં ત્રણ શો રૂમ્સ સહિત ઈન્દોર, અમદાવાદ, પુણે, જયપુર અને મુંબઈમાં એક-એક સ્ટોરનો સમાવેશ થાય છે.
‘ઈન્દ્રિયા’ શોરૂમની વિશેષતાની વાત કરીએ તો એ ઉત્તમ વિન્ડો ડિસ્પ્લે છે. સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ એક પ્રકારની સુંદર ડિઝાઇન કરેલી અને સર્જનાત્મક વિન્ડો ડિસ્પ્લે ગ્રાહકનું સ્વાગત કરે છે. સ્ટોરની અદભૂત વિન્ડો ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર બને તેવી છે. આ ઇન-સ્ટોર ડિસ્પ્લે ડિઝાઇન માત્ર અસરકારક રીતે ગ્રાહકોનું ધ્યાન ઘરેણાં તરફ ખેંચે છે એટલું જ નહીં પણ તેમને ખરીદી કરવા માટે પણ પ્રોત્સાહિત કરે તેવી છે. વિન્ડો ડિસ્પ્લે એ જ્વેલરી બિઝનેસનો નવીનતમ ટ્રેન્ડ છે, જે અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ તેમના સ્ટોર્સ પર અપનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રિયા એ ભારતના સમૃધ્ધ કલ્ચરને પ્રતિબિંબિત કરતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે આપણા અંતરાત્માને દોરતી પાંચ ઇન્દ્રિયોની શક્તિ, જે આપણા અસ્તિત્વને અર્થ આપે છે.
(તસવીરોઃ દીપક ધૂરી)