અમદાવાદઃ અદાણી પોર્ટફોલિયોની લિસ્ટેડ તમામ કંપનીઓનાં નાણાકીય વર્ષ- 25નાં પરિણામો જારી કર્યાં છે. અદાણી સમૂહના CFO જગેશિન્દર રોબીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25ની મુખ્ય ગતિવિધિ એ અસ્ક્યામતો ઉપર 16.5 ટકાનું વળતર એ અદાણી સમૂહની કંપનીઓની સતત ધમધમતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચિન્હિત કરે છે, જે વૈશ્વિક સ્તરે કોઈપણ માળખાકીય વ્યવસાયમાં સૌથી વધુ હોવા ઉપરાંત અસ્કયામતોની શ્રેષ્ઠ ગુણવત્તા અને અદાણી સમૂહની સમગ્ર કંપનીઓના પ્રકલ્પોના અમલીકરણની ક્ષમતાઓને વધુ પ્રોત્સાહન આપે છે.
નાણકીય વર્ષ-25 અદાણી પોર્ટફોલિયો માટે એક સીમાચિહ્ન વર્ષ બની રહ્યું હતું, તદનુસાર EBITDA રૂ. 89,806 કરોડ ($ 10.5 બિલિયન)ના અત્યાર સુધીના સૌથી વધુ આંકને સ્પર્શ્યો હતો. જે વાર્ષિક ધોરણે 8.2 ટકા સુધી હતો. વાર્ષિક ધોરણે પુનરાવર્તિત અગાઉના સમયની આઇટમ્સને બાદ કરતાં, વૃદ્ધિ 18 ટકાથી પણ વધુ છે.
ઉલ્લેખનીય છે કે EBITDA ના 82 ટકા ફાળો ઉચ્ચ સ્થિર ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મએ આપ્યો છે, જે ઉચ્ચ કક્ષાની સ્થિરતા અને દ્રશ્યતાને આભારી છે. અદાણીના ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અને અદાણી ટોટાલ ગેસ, પરિવહન અને અદાણી પોર્ટ્સ અને સેઝ યુટીલિટીનો સમાવેશ થાય છે.
કર બાદ રોકડ અથવા કામકાજમાંથી ભંડોળનો પ્રવાહ વધીને રૂ. 66,527 કરોડ ($ 7.8 બિલિયન) થયો છે, જે વ્યવસાયોમાં મજબૂત ઓપરેટિંગ લીવરેજ દ્વારા સંચાલિત છે. કર બાદનો નફો રૂ.40,565 કરોડની નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. ઉચ્ચ રોકડ પ્રવાહે રૂ. 1.26 લાખ કરોડ ($ 14.7 બિલિયન)ની વિક્રમજનક સંપત્તિ ઉમેરવામાં મદદ કરી છે. અદાણી પોર્ટફોલિયોના ઇતિહાસમાં સૌથી વધુ કુલ કુલ સંપત્તિ રૂ. 6.1 લાખ કરોડ ($ 71.2 બિલિયન) પર લઈ ગઈ છે.
ગયા છ વર્ષમાં દરેકમાં ઉદ્યોગ પ્રેરિત સતત 15 ટકાથી વધુ વળતર પ્રાપ્ત કરવામાં અદાણી પોર્ટફોલિયોને સતત મદદ કરી છે. નાણાકીય વર્ષ 25માં માળખાકીય ક્ષેત્રમાં વિશ્વ સ્તરે સૌથી વધુ 16.5 ટકા વળતર હતું.
31 માર્ચ, 2025 સુધીમાં અદાણી પોર્ટફોલિયોમાં રૂ. 53,843 કરોડની રોકડ પુરાંત હતી, જે કુલ દેવાંના 18.5 ટકા છે.અદાણી પાવર લિ.માં નાણાકીય વર્ષ- 25 માં રૂ. 9322 કરોડમાં અગાઉના નાણા વર્ષ 24ના સમયની રૂ. 2433 કરોડની આવક સામેલ છે.
નાણાકીય વર્ષ-25 અદાણી એન્ટરપ્રાઇઝ લિ. હસ્તક અનિલ સોલર મોડ્યુલનું વાર્ષિક ધોરણે વેચાણ 59 ટકા વધીને 4263 મેગાવોટ થયું છે. અદાણી એરપોર્ટ પર વાર્ષિક ધોરણે પેક્સની હેરફેર 7 ટકા વધીને 94.4 મિલિયન અને કાર્ગોના પરિવહન વાર્ષિક ધોરણે 8 ટકા વધીને 1.09 મિલિયન મેટ્રિક ટન થયું છે.
માર્ગના વ્યવસાયમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2410.1 લેન-કિલોમીટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિર્માણ હેઠળના 8 પ્રકલ્પોમાંથી 7નું કામ 70 ટકા પૂર્ણ થયું છે. મુંદ્રામાં વાર્ષિક 500 કિલો ટન કોપર સ્મેલ્ટર કાર્યરત કરવામાં આવ્યું છે અને આગામી મહિનામાં સંપૂર્ણ રીતે ધમધમતું કરવામાં આવશે.
અદાણી ગ્રીન એનર્જી લિ. દ્વારા વાર્ષિક ધોરણે ઓ૫રેશનલ ક્ષમતા 30 ટકાના વધારા સાથે 2710 મેગાવોટ સૌર અને 599 મેગાવોટ વિન્ડ પાવર પ્લાન્ટ્સના ઉમેરા સાથે વધીને 14,243 મેગાવોટ થઇ છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ટ્રાન્સમિશન ઓર્ડર બુક એક વર્ષ અગાઉના રૂ. 17,000 કરોડ (USD 2 બિલિયન)થી સાડા ત્રણ ગણી વધીને રૂ.. 59,936 કરોડ (USD 7 બિલિયન) થઈ છે.
અદાણી પાવર લિ.એ 102 બિલિયન યુનિટ વીજઉત્પાદન કર્યું છે જે વાર્ષિક ધોરણે 20 ટકા ઊંચું છે. ઓપરેશનલ ક્ષમતા વધીને હવે 17.5 ગિગાવોટ થઈ છે પરિણામે અદાણીનો કુલ યુટિલિટી પોર્ટફોલિયો 30 ગિગાવોટે પહોંચ્યો છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.નું કાર્ગોનું વોલ્યુમ કન્ટેનર વોલ્યુમમાં 20 ટકા મજબૂત વૃદ્ધિના અનુસંધાને વાર્ષિક ધોરણે 7 ટકા વધીને 450 મિલિયન મેટ્રિક ટન થયું છે. કામકાજ શરૂ કરવામાં આવ્યાના ફકત ચાર માસમાં વિઝ્હિન્જમ પોર્ટએ માર્ચ-2025માં 100,000 TEUsનો સીમાચિહન આંક વટાવ્યો છે.
અદાણી પોર્ટફોલિયોની અંબુજા સિમેન્ટ્સ લિ.એ નાણાકીય વર્ષ-24ની આખરથી વાર્ષિક 21 મિલિયન ટનના વધારા સાથે હવે વાર્ષિક 100 મિલિયન ટનની ક્ષમતા વટાવી દીધી છે.
