જોઈ લો અભિનેતા વિક્રાંત મેસીના દીકરાની પહેલી તસવીર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે. આ પહેલી વાર છે જ્યારે તેમણે પોતાના પુત્રના ફોટો મોટા પ્લેટફોર્મ પર શેર કર્યા હોય. આ ફોટો તેમના દીકરાના પહેલા જન્મદિવસના છે. વિક્રાંત સાથે તેની પત્ની શીતલ પણ તસવીરમાં જોવા મળે છે.

8 ફેબ્રુઆરી 2025 ના રોજ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની પત્ની શીતલ સાથેની સુંદર તસવીરો શેર કરી. આ પછી આજે 9 ફેબ્રુઆરીએ તેમણે સોશિયલ મીડિયા પર તેમના પુત્રનો પહેલો ફોટો શેર કર્યો. જેના કેપ્શનમાં લખ્યું હતું,“હેલો કહો! અમારા અદ્ભુત વરદાન ને.”

દીકરાનો જન્મદિવસ આ રીતે ઉજવ્યો
તસવીરોમાં, વિક્રાંત તેના પુત્રનો પહેલો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. તેમણે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની એક ઝલક તેમણે હવે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગત વર્ષે 7 ફેબ્રુઆરીએ વિક્રાંતની પત્ની શીતલે પુત્રને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંત મેસી તેની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને કારણે સમાચારમાં છે. વિક્રાંતે 2013 માં ફિલ્મ લૂટેરાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમણે ‘છપાક’, ‘હસીન દિલરુબા’, ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ફિલ્મમાં વિક્રાંત જોવા મળશે
વિક્રાંત OTT વેબ સીરિઝમાં પણ જોવા મળ્યો છે. હવે રાજકુમાર હિરાણી આગામી સીરિઝ માટે ખૂબ જ ઉત્સાહિત છે. વિક્રાંતના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ‘આંખો કી ગુસ્તાખિયાં’માં જોવા મળશે. આ એક સુંદર પ્રેમકથા છે. આમાં તે શનાયા કપૂર સાથે સ્ક્રીન શેર કરશે.