તમિલનાડુંમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબક્તા 8 લોકોના મોત, અનેક ઘાયલ

તમિલનાડુમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો જ્યારે એક પ્રવાસી બસ અચાનક ખાડામાં પડી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. તમિલનાડુના પહાડી જિલ્લા નીલગિરીમાં શનિવારે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા 8 પ્રવાસીઓના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ખાઈમાં પડી હતી અને સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર અને રેસ્ક્યૂ સર્વિસના સભ્યો પીડિતોને મદદ કરવા અને ઘાયલોને બચાવવા દોડી ગયા હતા. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે.

ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા

કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવના સુંદરે કહ્યું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટના કુન્નૂર નજીક મારાપાલમ પાસે બની હતી. ટૂરિસ્ટ બસ ખાઈમાં પડતાં 35 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહેલી બસમાં 55 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. સીએમ સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 25 ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ લગભગ 100 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. હાલમાં ઘાયલો અને મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.