અમદાવાદ: બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ જાનહાનિના અહેવાલ નથી.
#वटवा लॉबी-रिंग रोड के पास-बुलेट ट्रेन का गर्डर डॉउन मेन लाइन #OHE पर गिरा। OHE टूट गया है। किसी जनहानि की खबर नहीं है। संबंधित अधिकारी घटनास्थल पर पहुँच चुके हैं और रिस्टोरेशन का काम शुरू हो गया है! पर ये #सेफ्टी के प्रति एक गंभीर लापरवाही हुई है!@RailMinIndia @PMOIndia @nhsrcl pic.twitter.com/pnS3YvfeZ3
— RAILWHISPERS (@Railwhispers) March 23, 2025
ટ્રેનોની અવર-જવરને અસર
મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી. જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી.
Train services on down-line between Vatva-Ahmedabad are affected as one of the Segmental Launching Gantry working in vicinity of this line accidentally skid from its position while retracting after completing the launching of the girder. @WesternRly @RailMinIndia pic.twitter.com/cG9j2ST4Uw
— DRM Ahmedabad (@drmadiwr) March 24, 2025
અનેક ટ્રેનના રુટ બદલાયા
દુર્ઘટનાના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.
