નવી દિલ્હી: ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતા અભિજીત દિપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની પોલીસે અટકાયત કરી છે. તેમની અટકાયત બાદ CJP દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અભિજીત દિપકેનો એક પ્રી-રેકોર્ડડેડ (અગાઉથી રેકોર્ડ કરેલો) વીડિયો શેર કરવામાં આવ્યો છે.
IMPORTANT
Until Abhijeet Dipke, Saurav Das and Ashutosh Ranka are in detention, CJP’s Organization In-Charge Ajinkya Shinde will lead this protest at Jantar Mantar.
Abhijeet had pre-recorded this video last night in anticipation of a potential arrest. @AjinkyaCJP https://t.co/WSQ69mKfTV
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 10, 2026
આ વીડિયોમાં અભિજીત દિપકે પોતાની અને અન્ય સાથીઓની ધરપકડ કે અટકાયતની આશંકા વ્યક્ત કરતા જોવા મળે છે. વીડિયોમાં તેઓ કહે છે, “હેલો એવરીવન. જો તમે આ વીડિયો જોઈ રહ્યા છો, તો તેનો અર્થ એ છે કે આશુ, સૌરભ અને મારી અટકાયત થઈ ચૂકી છે.”
આ સાથે જ તેમણે સમર્થકોને અપીલ કરી છે કે તેમની ગેરહાજરીમાં આંદોલનને આગળ વધારવા માટે અજિંક્ય શિંદેને અનુસરે. જણાવ્યું કે, “અમારા પછી અજિંક્ય આ આંદોલનનું નેતૃત્વ કરશે. તેથી, આ વીડિયો જોઈ રહેલા તમામ લોકો કૃપા કરીને અજિંક્ય શિંદેને સપોર્ટ કરો અને કોકરોચ જનતા પાર્ટીના અભિયાનને આગળ ધપાવો.”




