નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના નવા વેરિયેન્ટે જીવલેણ દેખાવાનું શરૂ કર્યું છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સતત મોત થઈ રહ્યાં છે. દેશમાં શનિવારે એક દિવસમાં નવા વેરિયેન્ટને કારણે નવનાં મોત થયાં છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં હાલમાં કોરોનાના કુલ 7400 સક્રિય કેસ નોંધાયા છે. આમાંથી મોટા ભાગના કેસ કેરળ અને ગુજરાતમાંથી નોંધાયા છે. કેરળમાં 2055 દર્દીઓની પુષ્ટિ થઈ છે અને ગુજરાતમાં 1000 થી વધુ લોકો સંક્રમિત છે.
કોરોનાથી કેટલા મૃત્યુ થયા?
કેરળમાં કોરોના વાયરસને કારણે 82 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. અહેવાલો અનુસાર મૃતક વ્યક્તિને ટાઇપ-1 શ્વસન નિષ્ફળતા, તીવ્ર એન્સેફાલોપથી અને કોવિડ ન્યુમોનિયા પણ હતો. જોકે આરોગ્ય નિષ્ણાતોએ પહેલેથી જ જણાવ્યું છે કે આ વખતે કોરોના એવા લોકોને વધુ અસર કરી રહ્યો છે, જેઓ પહેલેથી જ કોઈ રોગથી પીડાય રહ્યા છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં નવા કોવિડ દર્દીઓની પણ પુષ્ટિ થઈ છે.
coronavirus.કેરળમાં કોરોનાને કારણે ત્રણ મોત થયાં છે – એક 83 વર્ષીય વ્યક્તિ, જે CAD-S/P CABG ડિકમ્પેન્સેટેડ HF, LV ડિસફંક્શનથી પણ પીડાતી હતી. બીજી 67 વર્ષીય વ્યક્તિ, જેની કિડની ફેલ થઈ ગઈ હતી. ત્રીજો દર્દી પણ 61 વર્ષનો હતો. તે પણ એક એવો માણસ હતો જેને ટાઇપ 2 ડાયાબિટીસ અને હાઈ બીપીની સમસ્યા હતી.
