રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (71st National Film Awards 2025) ની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા. આ પુરસ્કારો આપવા માટે જ્યુરીએ 22 ભાષાઓમાં 115થી વધુ ફિલ્મો જોઈ અને તેમના નામાંકન આપ્યા. આપણે જાણીએ કઈ ફિલ્મ્સે જીત્યા એવોર્ડ અને ક્યા એક્ટર્સે મારી બાજી.
ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારીને કારણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં વિલંબ થઈ રહ્યો છે. વર્ષ 2024 માં, 2022 માં રિલીઝ થનારી ફિલ્મોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. હવે આ વર્ષે, વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોને પુરસ્કાર આપવામાં આવશે. શાહરૂખ ખાનને તેમનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. તેમને આ પુરસ્કાર ફિલ્મ ‘જવાન’ માટે મળ્યો છે. અભિનેતા વિક્રાંત મેસીએ પણ આ વખતે બાજી મારી છે. તેમને ફિલ્મ ’12મી ફેલ’ માટે બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
‘કટહલ’ ને બેસ્ટ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કટહલ’ માં સાન્યા મલ્હોત્રા, વિજય રાજ અને અનંત જોશી જેવા સ્ટાર્સ હતા.
નૉન ફિચર ફિલ્મ હિન્દી ભાષા માટે બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ ‘ધ ફર્સ્ટ ફિલ્મ’ ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન પિયુષ ઠાકુરે કર્યું છે. નૉન ફિચર બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ હિન્દી ભાષામાં ગિદ્ધ ધ સ્કેવેન્જરને આપવામાં આવ્યો છે જેનું દિગ્દર્શન મનીષ સૈનીએ કર્યું છે. બેસ્ટ નોન ફીચર ફિલ્મ એવોર્ડ ધ ફ્લાવરિંગ મેન (હિન્દી)ને મળ્યો છે.
વર્ષ 2023 માં રિલીઝ થયેલી આ પ્રાદેશિક ભાષાની ફિલ્મોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહી છે. સંપૂર્ણ યાદી જુઓ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ:વશ
બેસ્ટ બંગાળી ફિલ્મ: ડીપ ફ્રીઝ
બેસ્ટ હિન્દી ફિલ્મ: કટહલ
બેસ્ટ કન્નડ ફિલ્મ: કંડીલુ
બેસ્ટ સ્પેશિયલ મેન્શન ફીચર ફિલ્મ: એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર, એમઆર રાજકૃષ્ણન)
બેસ્ટ તેલુગુ ફીચર ફિલ્મ: ભગવંત કેસરી
બેસ્ટ તમિલ ફીચર ફિલ્મ: પાર્કિંગ
બેસ્ટ મરાઠી ફીચર ફિલ્મ: શ્યામચી આઈ
બેસ્ટ મલયાલમ ફીચર ફિલ્મ: ઉલ્લુઝુકુ
રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો
જ્યારે વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનને અનુક્રમે ’12મી ફેઇલ’ અને ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. જ્યારે રાની મુખર્જીને 2023 માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ માટે બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. શાહરુખ અને વિક્રાંતની જેમ રાનીનો પણ આ પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે.
આ ઉપરાંત, મનોજ બાજપેયીની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ને બેસ્ટ સંવાદ પુરસ્કાર મળ્યો છે. ફિલ્મના સંવાદો દીપક કિંગરાની દ્વારા લખવામાં આવ્યા છે. કોરિયોગ્રાફી માટે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માંથી ‘ઢીંઢોરા બાજે રે’ (હિન્દી)ને શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી હતી. જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’ ને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરલા સ્ટોરી
બેસ્ટ બાળ કલાકાર: સુકીર્તિ વેણી (ગાંધી કથા ચેટ્ટુ), કબીર ખંડારે (જીપ્સી), ત્રિશા તોસર, શ્રીનિવાસ પોકલે અને ભાર્ગવ જગપત (નાલ 2)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: પીવીએનએસ રોહિત, તેલુગુ (બેબી)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: ચલેયા (જવાન), શિલ્પા રાવ
બેસ્ટ ડાયલોગ રાઈટર: દીપક કિંગરાણી (સિર્ફ એક બંદા કાફી હૈ)
બેસ્ટ પટકથા: બેબી (તેલુગુ), પાર્કિંગ (તમિલ)
