અમદાવાદ: આગામી 27 થી 29મી જૂન, 2024ના રોજ ટેન્ટ સિટી-2, એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 61મા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ કન્વેનશન-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન શેરિંગ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, ભારતમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના વ્યવસાયના નિયમન અને વિકાસ માટે સંસદના વિશેષ અધિનિયમ, એટલે કે ધ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1959 દ્વારા સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે.NCMAC-2024નો વિષય ‘વિકસીત ભારત 2047: સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક’ એ CMAsની ભૂમિકા અને મહત્વમાં પરિવર્તનનો સંકેત આપે છે. ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સ્થિરતા અને વૃદ્ધિમાં સક્રિયપણે યોગદાન આપનારા નાણાકીય પત્રકારોથી લઈને વ્યૂહાત્મક ભાગીદારો અને સ્વપ્નદ્રષ્ટાઓમાં CMAની ભૂમિકાના નોંધપાત્ર પરિવર્તનને પ્રકાશિત કરે છે.આ કન્વેન્શનમાં કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સની ભૂમિકા, અસરકારક શાસન દ્વારા વ્યવસ્થાપન, સસ્ટેનેબલ ફિનટેક ઈકોસિસ્ટમ તરફ ટેક્નોલોજીનો લાભ અને વિકાસશીલ વૈશ્વિક કન્સલ્ટન્સી ટેક્નોલોજી અને ભારતીય અગ્રણીઓ એમ અન્ય ત્રણ સત્રો છે. 28મી જૂનના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને 29મી જૂનના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ સમાવેશ થાય છે. આ કન્વેન્શનમાં CMA અશ્વિન જી. દલવાડી, પ્રમુખ અને CMA બી. બી. નાયક, ઉપપ્રમુખ, CMA મનોજ કુમાર આનંદ, કાઉન્સિલ મેમ્બર, CMA ડી. સી. બજાજ, ભૂતપૂર્વ પ્રમુખ, ICMAI, પ્રો. અમિત કર્ણ, પ્રોફેસર-સ્ટ્રેટેજી, IIMA, CMA પ્રદિપ કુમાર દાસ, ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઉપસ્થિત રહેવાના છે.
આ 61મા કન્વેનશનમાં ઊંડાણપૂર્વકની ચર્ચાઓ તેમજ અનેક પ્રસ્તુતિઓ હશે જેમાં વિકસીત ભારત-2047ના રોડમેપ માટે નિર્ણાયક વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેવાશે.