નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હરિયાણામાં તેમની સંખ્યા વધવાને પગલે હોસ્પિટલોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની 600 ખાનગી હોસ્પિટલ્સ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવાર બંધ કરી દેશે, એમ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ એલાન કર્યું છે.
આ સમસ્યાને પગલે IMA હરિયાણાની ઘોષણા કરી હતી કે આવનારી ત્રીજી ફેબ્રુઆરીથી આયુષ્માન ભારત યોજનાથી જોડાયેલી 600 હોસ્પિટલ્સ આ યજના હેઠળ દર્દીઓની સારવાર આપવાનું બંધ કરી દેશે. સંસ્થાનું કહેવું હતું કે રિએમ્બર્સમેન્ટના રૂ. 450 કરોડ સરકર પાસે લેણાં છે અને અત્યાર સુધી માત્ર 10-15 ટકાની રકમની ચુકવણી પ્રાપ્ત કરવામાં આવી હતી.
રાજ્યમાં આશરે 1300 હોસ્પિટલોને સરકારની આયુષ્માન ટેક્નોલોજીથી જોડવામાં આવી છે અને એમાંથી 600 ખાનગી હોસ્પિટલ્સ છે, જેમાંથી ગુરુગ્રામમાં આશરે 60 હોસ્પિટલ નોંધાયેલી છે. રાજ્યમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા 1.2 કરોડ છે, જેમનું રજિસ્ટ્રેશન છે. આ યોજના હેઠળ સરકારે ચિરાયુ કાર્ડ પણ બનાવ્યું છે.
આ કેસમાં CM નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે મેં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટર્સથી મળ્યો છું અને અમે તેમના રૂ. 786 કરોડના બાકી લેણાં 16 જાન્યુઆરીએ ચૂકવી દીધાં છે. હવે રૂ. 200 કરોડ બાકી બચ્ચા છે. જેની ટૂંક સમયમાં ચુકવણી કરવામાં આવશે.
મોદી સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કરી હતી અને હવે 35 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી ચૂક્યા છે.