ન્યૂઝીલેન્ડે સૌથી પહેલા કર્યું નવા વર્ષ 2025નું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ વિશ્વના અલગ-અલગ ભાગોમાં ટાઇમ ઝોન અલગ હોવાને કારણે દરેક દેશમાં નવું વર્ષ અલગ સમયે શરૂ થયા છે. સૌથી પહેલાં કિરીટીમાટી દ્વીપ (ક્રિસમસ દ્વીપ)માં નવું વર્ષ ઊજવવામાં આવ્યું છે. આ આઇલેન્ડ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. એ ભારતથી 7.30 કલાક આગળ છે. ભારતથી પહેલાં કુલ 41 દેશો નવું વર્ષ ઊજવે છે.

ન્યૂઝીલેન્ડના રહેવાસી વર્ષ 2025નું સ્વાગત આતિશબાજીની સાથે કર્યું હતું. ઓકલેન્ડમાં લોકોએ નવું વર્ષ ઊજવવાનું શરૂ કરી દીધું છે. દેશમાં 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.

ભારતનો સમય  કયા દેશમાં નવા વર્ષની ઉજવણીની
3.30  કિરીટીમતી ટાપુ
3.45 ચૈથમ આઇલેન્ડ
4.30  ન્યૂઝીલેન્ડ
5.30  ફિજી અને રશિયાનાં કેટલાંક શહેરો
6.30 ઓસ્ટ્રેલિયાનાં કેટલાંક શહેરો
8.30 જાપાન, દક્ષિણ કોરિયા
8.45 પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
9.30  ચાઇના, ફિલિપાઇન્સ
10.30  ઇન્ડોનેશિયા

આ સિવાય એક સમય હતો જ્યારે સમોઆ (અમેરિકી સમોઆ નહીં) નવા વર્ષની ઉજવણી કરનારા અંતિમ દેશોમાંનો એક હતો. એ પછી સમોઆએ ઉજવણી કરનારા દેશો ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડની સાથે ટાઇમ ઝોનમાં ફેરફાર કર્યો. હવે સમોઆ ઉજવણી કરવાવાળા પહેલા દેશોમાંમાંથી એક છે.

વિશ્વના વિવિધ દેશોના ટાઇમ ઝોનને કારણે 41 દેશો એવા છે, જે ભારતથી પહેલાં નવા વર્ષની ઉજવણી કરે છે, એમાં કિરિબાતી, સમોઆ અને ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, રશિયાના કેટલાક ભાગો, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયા છે. ભારતમાં છ કલાક પછી શરૂ થશે વર્ષ 2025ના નવા વર્ષની ઉજવણી.