અમદાવાદ: ડિજિટલાઇઝેશનના આ યુગમાં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું પહેલાં કરતા વધુ સરળ બની ગયું છે. તેમાં પણ વળી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ)એ તો સરળતાને વધું સરળ કરી દીધી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCA)ના લેટેસ્ટ ડેટા અનુસાર, જુલાઈ 2024માં ભારતમાં UPI દ્વારા 1,443 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 20.64 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.જે શેરી વિક્રેતાઓથી લઈને રિક્ષાચાલકો સુધી દરેક જણ UPI દ્વારા ચુકવણી કરી રહ્યા છે. UPIની સફળતાએ દુનિયાને પણ આશ્ચર્યચકિત કરી દીધી છે. જેના કારણે હવે તમે ઘણા દેશોમાં UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો. ભારતમાં કરોડો લોકો UPI દ્વારા દૈનિક વ્યવહારો કરે છે. આ સંખ્યા દરરોજ વધી રહી છે. જો કે તેનાથી ખતરો પણ વધી ગયો છે. છેતરપિંડી કરનારાઓ હવે UPI યુઝર્સને નિશાન બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે. આ શ્રેણીમાં નવું સ્કેમ છે – ‘UPI ઓટો-પે રિકવેસ્ટ સ્કેમ.’ આ સ્કેમમાં, UPI ઓટો-પે વિનંતી મંજૂર થતાં જ ખાતામાંથી નાણાં સ્કેમર્સના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
તમારા બેંક એકાઉન્ટને સીધા UPI ID સાથે લિંક કરવાનું ટાળો. વૉલેટનો ઉપયોગ કરવો વધુ સારું છે. આનાથી મોટી છેતરપિંડી ટાળવામાં મદદ મળશે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ભાવનાત્મક યુક્તિઓનો ઉપયોગ કરે છે, જેમ કે કટોકટીમાં કુટુંબના સભ્ય હોવાનો ડોળ કરવો. આ યુક્તિઓથી સાવચેત રહો અને આવી વિનંતીઓને નકારી કાઢો.