પેરિસ: ભારતની જેવલિન થ્રોમાં પણ ગોલ્ડ મેડલની આશા પર પાણી ફરી ગયું છે.ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે. નીરજ ચોપરાએ સતત બીજી વાર ઓલિમ્પિક મેડલ જીત્યો છે. નીરજ એવો પહેલો ખેલાડી છે જે વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હોય. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાંથી ત્રણ બ્રોન્ઝ શૂટિંગમાં અને એક હોકીમાં આવ્યો હતો.