રાજપીપળા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે કેવડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.#RashtriyaEktaDiwas#NationalUnityDay2024 pic.twitter.com/tI53wDf1dr
— BJP Gujarat (@BJP4Gujarat) October 31, 2024
વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા.