રાજકોટ: આજે ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી હતી. અનંત અંબાણી રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પદે સેવા આપી રહ્યા છે. શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. આ પવિત્ર અવસર પર તેમણે ભગવાન સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી હતી.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)