પાટણ: સ્થાપના ઈ.સ. 745માં વનરાજ ચાવડાએ કરી હતી. આ શહેર આજે પણ પોતાના ઐતિહાસિક વારસાનું જતન કરી રહ્યું છે. જૈન મંદિરો, સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ પાટણની ઓળખ છે. પાટણના પટોળા તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે એટલી જ મહત્વની છે પાટણ લોકસભા બેઠક. અહીં સૌથી વધુ મતદારો ઓબીસી જ્ઞાતિના છે. ઠાકોર મતદારોનું પ્રભુત્વ અહીં જોવા મળે છે. આ ઉપરાંત પાટીદાર, લઘુમતી મતદારોનું પ્રભુત્વ પણ છે. સરહદ પાસેના રાધનપુર અને સાંતલપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હંમેશાં રહી છે. આ વિસ્તારોમાં કોઈ મોટા ઉદ્યોગો કે ઈન્ડસ્ટ્રીઝ ન હોવાથી બેરોજગારીનો પ્રશ્ન દર વખતે ચૂંટણીનો જ્વલંત મુદ્દો બને છે.
ઉમેદવાર
ભાજપ: ભરતસિંહ ડાભી
ભરતસિંહ ડાભીએ B.A., LLB સુધીનો અભ્યાસ કર્યો છે. 68 વર્ષીય ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ત્રણ વાર(2007, 2012 અને 2017) તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લા દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય છે અને વ્યવસાયે ખેડૂત છે.
કોંગ્રેસ: ચંદનજી ઠાકોર
ચંદનજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય છે. પાટણ તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ પણ છે. જેઓ સમાજમાં ભામાશા તરીકેની છાપ ધરાવે છે. સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જેઓ વ્યવસાયે બિલ્ડર છે.
PROFILE
- પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભરતસિંહજી ડાભી ઠાકોર આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,93,879 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 20,19,203
પુરુષ મતદાર 10,39,108
સ્ત્રી મતદાર 9,80,064
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
વડગામ | કોંગ્રેસ | જીગ્નેશ મેવાણી | 94,765 | 4,928 |
કાંકરેજ | કોંગ્રેસ | અમૃત ઠાકોર | 96,624 | 5,295 |
રાધનપુર | ભાજપ | લવિંગજી ઠાકોર | 1,04,512 | 22,467 |
ચાણસ્મા | કોંગ્રેસ | દિનેશભાઈ ઠાકોર | 86,406 | 1,404 |
પાટણ | કોંગ્રેસ | ડૉ. કિરીટભાઈ પટેલ | 1,03,505 | 17,177 |
સિદ્ધપુર | ભાજપ | બળવંતસિંહ રાજપૂત | 91,187 | 2,814 |
ખેરાલુ | ભાજપ | સરદારસિંહ ચૌધરી | 55,460 | 3,964 |
- ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1967થી 2004 સુધી પાટણ બેઠક અનામત હતી. 2009થી આ બેઠક સામાન્યમાં ફેરવાવામાં આવી હતી
- 2009માં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટાયા હતા.2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલા વિજયી બન્યા હતા.
- 1991થી 1998 સુધીની ત્રણ ચૂંટણી ભાજપના મહેશ કનોડિયા સતત જીત્યા હતા
- પાટણ બેઠકના પરિણામ પર દેશના રાષ્ટ્રીય મુદ્દા અને આંદોલનની સીધી અસર પડે છે.