ચાર્લી ચેપ્લિનઃ ગરીબીનો હાસ્યથી સામનો…

English Version

દુનિયાને હાસ્યની ગિફ્ટ આપી છે સૌથી મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિને, પણ આ ચાર્લીની ગિફ્ટ દુનિયાને આપી ગરીબી અને એકાંતપણાએ.

ખૂબ ટાઈટ કોટ, ખૂબ નાની હેટ, સાઈઝમાં ખૂબ મોટા શૂઝ અને મૂછ… યાદગાર પાત્ર. સર ચાર્લ્સ (ચાર્લી) સ્પેન્સર ચેપ્લિન યાદ આવતાં જ ચહેરા પર હાસ્ય છવાય, પણ એ જ ચાર્લીએ જીવનના પ્રારંભિક તબક્કામાં ખૂબ ગરીબી અને દુઃખ સહન કર્યા હતા.

કોમેડિયન ચાર્લી ચેપ્લિન તો કરોડપતિ હતા. અને કેમ ન હોય. એમણે કામ પણ એવુંં ક્વાલિટીવાળું કરી બતાવ્યું હતું. પરંતુ પૈસા અને ખ્યાતિ, બધું એમને જિંદગીમાં બહુ મોડું મળ્યું હતું.

દર્શકોને હસાવીને એમનાં દિલ જીત્યાં એ પહેલાં ચાર્લીને એમની જિંદગી પર જીત મેળવવી પડી હતી. પિતા નશાબાજ હતા. દીકરો હસતો રહે એ માટે પૈસા કમાવવા માતા હેન્ના સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે નાનાં સ્ટેજ શો કરીને પોતાની અભિનયકળા વડે દર્શકોને હસાવતાં.

ચાર્લીની ઉંમર ત્યારે માંડ પાંચ વર્ષની હશે. માતા બીમાર પડી ગયા અને સ્ટેજ પર હાજર થઈ શક્યાં નહીં. પણ ચાર્લીએ મામલો સંભાળીને દર્શકોને હસાવ્યાં. પોતાની માતાની જ મિમિક્રી કરીને. એ જોઈને દર્શકો પેટ પકડીને હસ્યા, પૈસાનો વરસાદ વરસાવ્યો અને માતાએ ગર્વની લાગણીનો અનુભવ કર્યો.

પરંતુ એક દિવસ માતાને નર્વસ બ્રેકડાઉન થયું, પથારીવશ થયાં. ચાર્લીએ રસ્તાઓ પર ઊભીને લોકોનું મનોરંજન કર્યું, ડાન્સ કર્યો. નાનો બાળક એની હેટમાં પૈસા ભેગા કરતો.

14 વર્ષે પણ ચાર્લીને ફૂટપાથ પર સૂવું પડતું હતું, ખાવાનું મેળવવા માટે ભટકવું પડતું હતું. ગરીબ-એકલતાથી દુખી ચાર્લીને કોમેડીમાં આશરો મળ્યો હતો. સાઈલન્ટ એક્ટરે હાસ્યની પાછળ પોતાના આંસુઓને સંતાડી દીધા હતા. એમના હાસ્યએ ક્યારેય કોઈને પીડા આપી નથી.

ચાર્લી ઉંમરમાં મોટાં થતા ગયા અને કોમેડિયન બન્યા ત્યારે એમના માતા જ એમનાં પ્રેરણામૂર્તિ બન્યાં હતાં.

આવી હતી ચાર્લીની ગરીબીમાંથી વૈભવતા તરફની સફર. જેમાં એમણે જિંદગીનો સામનો હાસ્યથી કર્યો હતો.

(ચાર્લી ચેપ્લિન)

જન્મઃ ૧૬ એપ્રિલ, ૧૮૮૯ (લંડન, ઈંગ્લેન્ડ)

નિધનઃ ૨૫ ડિસેંબર, ૧૯૭૭ (વોડ, સ્વિટ્ઝરલેન્ડ)


चार्ली चॅप्लिनः गरिबीचा हास्याने केलेला सामना

जगाला हास्याची गिफ्ट महान कॉमेडियन चार्ली चॅप्लिन यांनी दिली. पण जगाला ही हास्याची गिफ्ट चार्लीच्या गरिबीने आणि एकांतपणाने दिली.

अतिशय टाइट कोट, अगदी छोटी हॅट, मोठे शूज आणि छोटी मिशी-एक स्मरणीय पात्र ! सर चार्ल्स(चार्ली) स्पेन्सर चॅप्लिनची आठवण येताच चेहर्‍यावर हास्य पसरतं. पण याच चार्लीने त्याच्या जीवनाच्या प्रारंभी काळात खूप गरिबी आणि दुःख सहन केलं होतं.

कॉमेडियन चार्ली चॅप्लिन तर करोडपती होता. कारण त्याने कामही क्वॉलिटी असलेलं करून दाखवलं होतं. पण पैसा आणि प्रसिद्धी त्याला जीवनात फार उशिरा मिळाली होती.

प्रेक्षकांना हसवून त्यांचं मन जिंकण्याआधी चार्लीला त्याच्या जीवनावर विजय मिळवावा लागला होता. त्याचे वडील दारुडे होते. मुलाच्या उदरनिर्वाहासाठी आणि तो हसत राहावा म्हणून पैसे कमावण्यासाठी त्याची आई हेन्ना स्टँडअप  कॉमेडी करायची. कॉमेडियन म्हणून छोटे स्टेज शो करून  आपल्या अभिनयकलेने ती प्रेक्षकांना हसवायची.

त्यावेळी चार्ली फक्त पाच वर्षांचा होता. त्याची आई आजारी पडल्याने स्टेजवर जाऊ शकली नाही. त्या वयात आईऐवजी चार्ली स्टेजवर आला आणि त्याने प्रेक्षकांना हसवलं. तेही स्वतःच्या आईचीच मिमिक्री करून ! ते पाहून प्रेक्षक पोट धरून हसले. त्यावेळी प्रेक्षकांनी चार्लीवर पैसेही उधळले. ते पाहून त्याच्या आईला मुलाबद्दल अभिमान वाटू लागला.

एक दिवस चार्लीच्या आईला नर्व्हस ब्रेकडाऊन  झाला. त्या अंथरुणाला खिळल्या. त्यानंतर चार्लीने रस्त्यावर उभं राहून लोकांचं मनोरंजन केलं. डान्स केला. त्यावेळी हा छोटा चार्ली हॅटमध्ये लोकांकडून पैसे गोळा करायचा.

१४व्या वर्षीही चार्लीला फुटपाथवर झोपावं लागायचं. पोट भरण्यासाठी भटकावं लागायचं. गरिबी-एकांतपणामुळे दुःखी असलेल्या चार्लीला कॉमेडीने आधार दिला. या सायलेंट ऍक्टरने हास्यामागे त्याचे अश्रू दडवले होते. त्याच्या कॉमेडीने कधी कुणाला त्रास झाला नाही.

चार्ली वयाने मोठा होत गेला आणि महान कॉमेडियन बनला, त्यावेळी त्याची आईच त्याचं प्रेरणास्थान होती.

असा होता चार्लीचा गरिबीतून वैभवापर्यंतचा प्रवास ! या प्रवासात त्याने जीवनाचा सामना हास्याने केला होता.