દુબઈ: ભારતે અફઘાનિસ્તાન સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બુધવારે દુબઈમાં તાલિબાન સરકારના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજકીય અને આર્થિક સંબંધો પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતની તરફથી અફઘાનિસ્તાનને માનવીય સહાય પહોંચાડવા માટે આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, તાલિબાન ભારત સાથે એક મહત્ત્વપૂર્ણ આર્થિક દેશના રૂપે સંબંધ બનાવી રાખવા ઈચ્છે છે.