પૂણે: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પુણે ટેસ્ટની પહેલી ઇનિંગમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ પહેલી ઇનિંગ બાદ 103 રનથી પાછળ છે. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શુક્રવારે મેચનો બીજો દિવસ છે. પ્રથમ દાવમાં લંચ સુધી ભારતીય ટીમનો સ્કોર 107 રન હતો.આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સાત વિકેટ ઝડપી. જવાબમાં, ભારતે પ્રથમ દિવસે એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા.