HMPV: શું ચીનમાં કોવિડની જેમ નવી બીમારી ફેલાયાનું જોખમ?

નવી દિલ્હીઃ ચીને ફરી એક વાર વિશ્વની ચિંતા વધારી છે. ચીનમાં ફેલાઈ રહેલા એક વધુ રહસ્યમયી વાયરસ હ્યુમન મેટાન્યુમોવાયરસ (HMPV) પ્રકોપ ચીનમાં વધતો જઈ રહ્યો છે. સોશિયલ મિડિયા પર વાઇરલ અનેક વિડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં સારવાર માટે લોકોની ભીડ છે. લોકો કોરોના મહામારીની જેમ માસ્ક અને ગ્લવ્સ પહેરેલા છે. અનેક રિપોર્ટસમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ બીમારીને પગલે અનેક લોકોનાં મોત થયાં છે, જેને પગલે સ્મશાન ગૃહો પણ ભરાઈ ગયાં છે.

HMPV એક શ્વસન સંક્રમણ ફેલાવતો વાયરસ છે. જે શ્વાસ સંબંધી બીમારીઓનું કારણ બને છે. 2001માં એ વાયરસની ઓળખ 2001માં નેધરલેન્ડમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ એ વિસ્વમાં ફેલાયો હતો. ચીનમાં એક નવા વાયરસે ભારે તબાહી મચાવી છે. એવા અહેવાલો છે કે આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે અને ચીનમાં ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.

નવા વાયરસે 18 અલગ-અલગ દેશોમાં 7834 લોકોને સંક્રમિત કર્યા છે, જેમાંથી 170 લોકોના મોત માત્ર ચીનમાં થયા છે. સોશિયલ મિડિયા પર વાયરસ અને રોગચાળાના અહેવાલો છે, જેનાથી સ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.

ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે આ વાયરસથી ઉત્તરીય ક્ષેત્રમાં 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો છે. ઠંડીને કારણે લોકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. નેશનલ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એડમિનિસ્ટ્રેશને આ વાયરસ અંગે લેબ રિપોર્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 16થી 22 ડિસેમ્બરની વચ્ચે ચેપ ઝડપથી વધ્યો હતો.

આમ, ચીનમાં ફેલાયેલા નવા વાયરસ અને HMPVના વધતા પ્રકોપને કારણે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.