WHOના જાતીયતા અંગેના નિર્ણયથી મોટું પરિવર્તન આવશે!

મ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર અર્થાત્ બળજબરીથી શારીરિક સંબંધ બનાવવાની કોશિશ કરવી તેને સાદા શબ્દોમાં સેક્સ એડિક્શન અથવા સેક્સનું વ્યસન કહી શકાય. તેને વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ સત્તાવાર રૂપે માનસિક બીમારીનો દરજ્જો આપી દીધો છે. આમ તો જે આ પ્રકારની સમસ્યાથી પીડિત છે અને પોતાની સારવાર કરાવવા માગે છે તેમના માટે ‘હૂ’નો આ મહત્ત્વનો નિર્ણય છે. જે તેમના માટે લાભદાયી હોઈ શકે છે.
‘હૂ’ મુજબ, સેક્સનું વ્યસન  નિરંતર ચાલતી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાની તીવ્ર, વારંવાર પુનરાવર્તિત થતી સેક્સ ઉત્તેજના અથવા કહો કે સેક્સ  કરવાની તેની ઈચ્છાને કાબૂમાં રાખી શકતો/શકતી નથી. ‘હૂ’ એ સેક્સ વ્યસનને જે રીતે વ્યાખ્યાયિત કર્યું છે તેની સાથે જોડાયેલી રસપ્રદ વાત એ છે કે વ્યક્તિના કેટલા સેક્સ પાર્ટનર રહ્યા છે કે પછી તે કેટલી વાર સેક્સ કરે છે તેના પરથી તે સેક્સનો/ની વ્યસની છે તે નક્કી ન કરી શકાય. પણ સેક્સ વ્યસનને એવી સ્થિતિ કરીકે વ્યાખ્યાયિત કરાયું છે કે જેમાં સેક્સ સાથે  જોડાયેલી વ્યક્તિ પોતાના આરોગ્ય, અંગત કાળજી અને બીજી પ્રવૃત્તિઓ, તેમજ જવાબદારીઓની પરવા કરતો/કરતી નથી.
જો કોઈ વ્યક્તિમાં સતત છ મહિના સુધી  ઉપર દર્શાવેલાં લક્ષણો દેખાય અને જો કોઈ  વ્યક્તિ સેક્સના લીધે પોતાનાં કામો, ભણતર, પરિવાર, અને મિત્રો સબિત જવાબદારીઓની અવગણના કરે તો તેને સેક્સ વ્યસનીની શ્રેણીમાં રાખી શકાય. કેટલાક દિવસો પહેલાં ‘હૂ’એ સેક્સ વ્યસનને જે શ્રેણીમાં રાખ્યું છે તે જ શ્રેણીમાં રમતના વ્યસનને પણ રાખ્યું હતું.
દુનિયાભરના નિષ્ણાતો ‘હૂ’ના આ નિર્ણયથી ખુશ છે. તેમનું માનવું છે કે સેક્સ એડિક્શનમે માનસિક બીમારીની શ્રેણીમાંમાં રાખવાથી આ સમસ્યાથી પીડિત લોકોની સારવારના ઘણા વિકલ્પો મળશે અને આ ક્ષેત્રમાં સંશોધન પણ થઈ શકશે.